ગુજરાત

gujarat

ETV Bharat / business

Airtel 5G: એરટેલે 5G સેવામાં Jioને આપી ટક્કર, 500 શહેરોમાં કનેક્ટિવિટી આપીને પછાડ્યું - 5G સેવામાં એરટેલે Jioને પછાડ્યું

એરટેલે 5G નેટવર્ક વિસ્તરણના મામલે Jioને પાછળ છોડી દીધું છે. 235 વધારાના શહેરોમાં 5G કનેક્ટિવિટીના ઉમેરા સાથે Airtel 5G 500 શહેરોમાં પહોંચી ગયું છે.

Airtel 5G :
Airtel 5G :

By

Published : Mar 24, 2023, 5:05 PM IST

Updated : Mar 24, 2023, 6:09 PM IST

નવી દિલ્હી: ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના 5G નેટવર્કને વધારાના 235 શહેરોમાં વિસ્તારીને રિલાયન્સ જિયોને પાછળ છોડી દીધું છે. હવે ભારતી એરટેલ દ્વારા કુલ 500 શહેરોમાં 5G સેવા આપવામાં આવી રહી છે. જ્યારે રિલાયન્સ જિયો 406 શહેરોમાં 5G સુવિધા આપી રહી છે.

Jioને પાછળ છોડી દીધું: કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતી એરટેલની હાઇ-સ્પીડ 5G સેવા દેશના 500 શહેરોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એરટેલે તેના નેટવર્કમાં વધુ 235 શહેરો ઉમેર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપની દરરોજ તેના 5G નેટવર્ક પર 30થી 40 શહેરોને જોડે છે. જ્યારે રિલાયન્સ જિયો હાલ 406 શહેરોમાં 5G સેવા આપી રહી છે.

આ પણ વાંચો:Hinderburg On Jack Dorsey : અદાણી બાદ ટ્વીટરના પૂર્વ CEO જેક ડોર્સી પર હિંડનબર્ગનો મોટો ખુલાસો

સપ્ટેમ્બરમાં સમગ્ર ભારતમાં હશે 5G:ભારતી એરટેલના ચીફ ટેકનિકલ ઓફિસર રણદીપ સેખોને જણાવ્યું હતું કે એરટેલ 5G સેવાઓ આપનારી પ્રથમ કંપની હતી. આ સેવા ઑક્ટોબર 2022માં શરૂ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2023 સુધીમાં અમારું 5G નેટવર્ક સમગ્ર શહેરી ભારતમાં વિસ્તરશે. સરકારે 31 માર્ચ સુધીમાં 200 શહેરોમાં 5G સેવાઓ પૂરી પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. જો કે અત્યાર સુધી આ સેવા દેશના 900થી વધુ શહેરોમાં પહોંચી ગઈ છે.

આ પણ વાંચો:Stock Market India: માર્કેટમાં મંદીનો U ટર્ન, સેન્સેક્સ ફરી 58,000ની નીચે

41 શહેરોમાં શરૂ થઈ હતી જીઓની સુવિધા: 21 માર્ચના રોજ Jio એ તેની હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા Jio True 5Gને 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 41 શહેરોમાં એકસાથે શરૂ કરી હતી. આ સાથે જ Jioનું 5G નેટવર્ક દેશના 406 શહેરોમાં પહોંચી ગયું છે. તે જ સમયે Jioની યોજના વર્ષના અંત સુધીમાં Jio True 5G નેટવર્કને દેશભરમાં ફેલાવવાની છે.

(પીટીઆઈ)

Last Updated : Mar 24, 2023, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details