અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) પણ નબળી જ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 800 પોઈન્ટ તૂટીને 58,721.51ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 218.10 પોઈન્ટ (1.23 ટકા)ના ઘટાડા સાથે 17,541.20ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઆગામી સમયમાં મારુતિ સુઝુકીમાં આ ફેરફારો થવાની શક્યતા
આ સ્ટોક્સ રહેશે ચર્ચામાંતાતા મોટર્સ (Tata Motors), સિપ્લા (Cipla), સનટેક રિયલ્ટી (Suntech Realty), ઈન્ફોસિસ (Infosys), ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝીસ (Zee Entertainment Enterprises), આઈનોક્સ વિન્ડ (Inox Wind), ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark Pharmaceuticals), ક્રેડિટ એક્સેસ ગ્રામીણ (CreditAccess Grameen).
આ પણ વાંચોઆરોગ્ય વીમા ધારકો માટે ખુશીના સમાચાર, થશે મોટો ફાયદો
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 1.49 ટકાના ઘટાડા સાથે 27,673.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.08 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 1.77 ટકાના ઉછાળા સાથે 17,684.59ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.96 ટકાના ઘટાડા સાથે 19,763.73ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પી 1.75 ટકા તૂટ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.11 ટકાના વધારા સાથે 3,205.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે.