નવી દિલ્હી:એલોન મસ્ક હંમેશા પોતાના નિર્ણયોને લઈને ચર્ચામાં રહે છે. ઈલોન મસ્કે પોતાની નવી જાહેરાતથી બધાને ચોંકાવી દીથા છે. અબજોપતિ એલોન મસ્કે એક જાહેરાત કરી છે કે, 'x' જે, અગાઉ ટ્વિટર હતું. તે હવે એવા લોકોને કાનુની સહાય પુરી પાડશે, જેમની સાથે કંપનીઓએ પ્લેટફોર્મ પરની પોસ્ટ અને કોમેન્ટને કારણે તેમને હેરાન કર્યા છે. જો કે, મસ્કે એ સ્પષ્ટ કર્યુ નથી કે, નોકરીદાતા કામના કલાકો દરમિયાન ટ્ટીટ કરવા પર પગલાં લેશે. ત્યારે પણ તે મદદ કરશે કે, કેમ ? ખાસ કરીને ઓફિસોમાં જ્યાં કામાના કલાકો દરમિયાન ફોન અથવા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ છે.
Twitter Elon Musk: ટ્વિટર પર પોસ્ટ લાઈકને લઈ કહી મોટી વાત, જાણો નિવેદનમાં એલોન મસ્કે શું કહ્યું ? - એલોન મસ્કનું વિચિત્ર નિવેદન
ટ્વિટરના માલિક તેમના રસપ્રદ નિવેદનો માટે જાણીતા છે. તેમનું લેટેસ્ટ સ્ટેટમેન્ટ ટ્વિટર પર પોસ્ટ અને લાઈક કરવા માટે બોસને હેરાન કરવા માટે કાર્મચારી વતી લડાઈ વિશે છે. વધુમાં જાણવા માટે આગળ સમાચાર વાંચો.
એલોન મસ્કનું નિવેદન: ટ્વિટમાં ટેક અબજોપતિએ કહ્યુ છે કે, ''જો આ પ્લેટપોર્મ પર કંઈક પોસ્ટ કરવા અથવા પસંદ કરવાને કારણે તમારા એમ્પ્લોયર દ્વારા તમારી સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હોય તો, અમે તમારા કાનૂની બિલને ભંડોળ આપીશું. ખર્ચ માટે કોઈ સમય મર્યાદા નથી. મહેરબાની કરીને અમને કહો.'' આ પ્રથમ વખત છે જ્યારે 'x' માલિકે પ્લેટફોર્મ પરના યુઝર્સો માટે આના જેવું કંઈક ટ્વિટ કર્યું છે, જેમને કેટલીક વાર તેમના એમ્પ્લોયર તરફથી એવી ટ્વિટ પોસ્ટ કરવા અથવા પસંદ કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જે તેમની અથવા સંસ્થા વિરુદ્ધ હતી.
યુઝર્સો થયા ખુશ: એલોન મસ્કના આ નિર્ણય પર યુઝર્સ ભાકે આનંદ અનુભવી રહ્યાં છે. એક યુઝરે પોસ્ટ કર્યુ છે કે, ''ભાષણની આઝાદીની લડાઈ હમણાં જ શરું થઈ છે.'' ટેસ્લાના CEOએ અગાઉ જણાવ્યું હતું કે, તેઓ સ્વતંત્ર-વાણી નિરંકુશ છે. આ દરમિયાન મસ્કએ કહ્યું છે કે, X કોર્પની ભવિષ્યમાં ક્રિપ્ટો ટોકન્સ લોન્ચ કરવાની કોઈ યોજના નથી અને અમે આવું ક્યારેય કરીશું નહિં.