ગુજરાત

gujarat

ETV Bharat / business

Forbes Billionaires List: ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં અદાણીની ફરી વાપસી

અમેરિકન હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કંપનીના શેરમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. જો કે આ પછી શેરમાં 50 ટકાની રિકવરી જોવા મળી છે. ત્યારે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં અદાણી ફરી 22મા નંબરથી 18મા નંબર પર પહોંચી ગયા છે.

12 દિવસમાં લગભગ 60 ટકા જેટલો ઘટ્યો
12 દિવસમાં લગભગ 60 ટકા જેટલો ઘટ્યો

By

Published : Feb 6, 2023, 3:46 PM IST

નવી દિલ્હીઃ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમની કુલ સંપત્તિ લગભગ 118 બિલિયનના નુકસાન સાથે અડધી થઈ ગઈ છે. જેના કારણે તે વિશ્વના સૌથી અમીર લોકોની ટોપ-20 યાદીમાંથી બહાર થઈ ગયો. પરંતુ ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ તેમણે ફરી કમબેક કરી રહ્યા છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં 22મા નંબરથી તે 18મા નંબરે પહોંચી ગયા છે.

12 દિવસમાં 60 ટકા જેટલો શેર ઘટ્યો:હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રુપના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર 12 દિવસમાં લગભગ 60 ટકા જેટલો ઘટ્યો છે. આ પહેલાં શુક્રવારે કંપનીના શેરમાં 35%નો ઘટાડો થયો હતો. જો કે આ પછી શેરમાં રિકવરી આવી અને એ માત્ર 2.19%ના ઘટાડા સાથે રૂપિયા 1,531 પર બંધ થયો. શેરમાં નીચલા સ્તરેથી 50 ટકાની રિકવરી જોવા મળી છે.

આ પણ વાંચો:Adani dropped from Dow Jones:અદાણી ગ્રુપ ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર

અદાણી કંપનીની કામગીરી પર સવાલો: હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી કંપનીની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. કંપનીના શેરની કિંમત પણ સતત નીચે જઈ રહી છે. દરમિયાન ફિચનો અહેવાલ ચોક્કસપણે અદાણી જૂથ માટે રાહતરૂપ છે. બીજી તરફ મૂડીઝના રોકાણકારો અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં થયેલા જંગી ઘટાડાને ધ્યાનમાં રાખીને આ કંપનીઓ સાથેની રોકડ સ્થિતિ સહિત તેમની નાણાકીય તાકાત અથવા લડાઈ ક્ષમતાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આ પણ વાંચો:Jury on Musk Tweet: મસ્કે 2018 ટેસ્લા ટ્વીટ્સ સાથે રોકાણકારોને છેતર્યા નથી

એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો:અમેરિકન શેરબજારે તેના ઇન્ડેક્સમાં ફેરફાર અંગે S&P ડાઉ જોન્સે કહ્યું છે કે તે અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસને સાતમી ફેબ્રુઆરીથી ટકાઉપણું સૂચકાંકોમાંથી દૂર કરશે. S&P ડાઉ જોન્સે જણાવ્યું હતું કે એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોના વિશ્લેષણને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE એ અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટને વધારાના સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM) હેઠળ મૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details