નવી દિલ્હી: અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મુજબ કરાઇકલ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (KPPL) ના સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. APSEZએ શનિવારે આ અધિગ્રહણ પૂર્ણ થવાની માહિતી આપી હતી. કંપનીને અગાઉ KPPL ની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ સફળ રિઝોલ્યુશન અરજદાર જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃGST Collection: સ્ટેટ્સ GST કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 25 ટકા વધ્યું: SBI રિસર્ચ
APSEZ માં 14 બંદરો કાર્યરત: કરાઈકલ બંદર પુડુચેરીમાં એક સર્વ-હવામાન ડીપ સી બંદર છે. જેની માલવાહક ક્ષમતા 2.15 કરોડ ટન છે. APSEZ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઈમ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કરાઈકલ પોર્ટના અધિગ્રહણ સાથે, APSEZ હવે દેશમાં કુલ 14 પોર્ટનું સંચાલન કરી રહ્યું છે. ભવિષ્યમાં તેને અપગ્રેડ કરવા માટે 850 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.