નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે, ત્યારથી અદાણી ગ્રુપની મુશ્કેલીઓ શરૂ થઈ, જે આજ સુધી ચાલુ છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ ન્યૂઝ એજન્સી ફોર્બ્સે પણ આ મામલે રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી વિશે મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિનોદ અદાણીએ એક ખાનગી કંપનીના સિંગાપોર યુનિટમાંથી રશિયન બેંક પાસેથી લોન લેવા માટે 240 મિલિયન ડોલર અદાણી પ્રમોટરનો હિસ્સો ગીરવે મૂક્યો છે. વિનોદ અદાણી આ સિંગાપોરની કંપનીનું યુનિટ ચલાવે છે. ફોર્બ્સે પણ હિંડનબર્ગના અહેવાલને રીટ્વીટ કર્યુ છે.
આ પણ વાંચો:Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 316 પોઈન્ટ તૂટ્યો
સોદો કેવી રીતે થયો: વર્ષ 2020માં, પિનેકલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ Pte.Lte, સિંગાપોરની કંપની પરોક્ષ રીતે વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત. રશિયન સ્ટેટ બેંક VTB સાથે લોન કરાર કર્યો હતો. જેને ગયા વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અમેરિકાએ પણ મંજૂરી આપી હતી. આ પછી, વર્ષ 2021માં પિનેકલ કંપનીએ 263 મિલિયન ડોલર ઉધાર લીધા અને એક અનામી સંબંધિત પક્ષને 258 મિલિયન ડોલર ઉધાર આપ્યા. ફોર્બ્સના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021 પછી, પિનેકલે લોન માટે ગેરેન્ટર તરીકે બે રોકાણ ફંડ - Afro Asia Trade & Investment Limited અને Worldwide Emerging Markets Holding Limited રજૂ કર્યા હતા. આ બંને ફંડ અદાણી ગ્રુપના મુખ્ય શેરધારકો છે.
હિંડનબર્ગ રિપોર્ટમાં વિનોદ અદાણી પર આરોપો: વિનોદ અદાણી જે ચેરમેન તરીકે ઓછા અને ગૌતમ અદાણીના મોટા ભાઈ તરીકે વધુ જાણીતા છે. હિંડનબર્ગ રિપોર્ટમાં તેમના નામનો 151 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બીજા કોઈ કરતા વધારે છે. કારણ કે વિનોદ અદાણી ઓફશોર્સ શેલ કંપનીઓમાં મેનેજમેન્ટનું કામ કરે છે. જે આ કૌભાંડના કેન્દ્રમાં હોવાનું જણાય છે. તે દુબઈમાં રહે છે અને ત્યાંથી સિંગાપોર અને જકાર્તાનો બિઝનેસ સંભાળે છે. ઉલ્લેખનીય છે કે, વિનોદ અદાણીનું નામ વર્ષ 2016માં પનામા પેપર્સ લીક અને વર્ષ 2021માં પેન્ડોરા પેપર્સ કેસમાં પણ સામે આવ્યું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેઓ વિશ્વના સૌથી ધનિક બિન-નિવાસી ભારતીય (NRI) છે.
આ પણ વાંચો:Adani Row: અદાણી ગ્રુપનો દાવો, કહ્યું અમારી બેલેન્સ સીટની સ્થિતિ સારી છે, રોકાણકારોને મળશે સારું વળતર
હિંડનબર્ગ રિપોર્ટની અસર: હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણી, તેમના કુટુંબનું સામ્રાજ્ય અને ભારતીય વેપાર અને રાજકીય જીવન સામેલ હતું. આ અહેવાલ જાહેર થયા બાદ જ ગૌતમ અદાણીની મુસીબતો શરૂ થઈ હતી જે આજે પણ ચાલુ છે. આ અહેવાલને કારણે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ અડધું થઈ ગયું છે. ફોર્બ્સ બિલિયોનરના રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ ઘટીને 51.1 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સાથે તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 24માં સ્થાને સરકી ગયો છે. જે એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં બીજા કે ત્રીજા નંબર પર રહેતા હતા. જોકે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના અહેવાલને પાયાવિહોણો ગણાવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અદાણી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.