ગુજરાત

gujarat

ETV Bharat / business

Adani Cement Plant Dispute : બે મહિનાથી ચાલી રહેલો સિમેન્ટનો વિવાદ ઉકેલાયો - સિમેન્ટ પ્લાન્ટનો વિવાદ ઉકેલાઈ ગયો

હિમાચલમાં સિમેન્ટ વિવાદ ઉકેલાઈ ગયો છે. અદાણી ગ્રુપ અને ટ્રક ઓપરેટરો વચ્ચે સિમેન્ટના પરિવહનના ભાડા અંગે સમજૂતી થઈ છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે આવતીકાલથી બંને સિમેન્ટ પ્લાન્ટ ખુલશે.

Adani Cement Plant  dispute
Adani Cement Plant dispute

By

Published : Feb 20, 2023, 5:33 PM IST

શિમલાઃહિમાચલ પ્રદેશમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો સિમેન્ટ પ્લાન્ટ વિવાદ આખરે સોમવારે ઉકેલાઈ ગયો. સોમવારે હિમાચલના મુખ્યપ્રધાન સુખવિંદર સુખુ સાથે ટ્રક ઓપરેટરો અને અદાણી જૂથના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સિમેન્ટ પ્લાન્ટનો વિવાદ ઉકેલાઈ ગયો છે. આ બેઠકમાં ટ્રક દ્વારા પરિવહનના ભાડા અંગે સમજૂતી કરવામાં આવી છે.

બે મહિનાથી ચાલી રહેલો વિવાદ ઉકેલાયો:બેઠકમાં થયેલા કરાર મુજબ મલ્ટી એક્સલનું ભાડું 9.30 રૂપિયા પ્રતિ કિલોમીટર અને સિંગલ એક્સલ માટે 10.30 રૂપિયા પ્રતિ કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડા બાબતે બંને પક્ષો સહમત થયા છે અને બે મહિનાથી ચાલી રહેલો સિમેન્ટનો વિવાદ ઉકેલાયો છે. મુખ્યપ્રધાન સુખવિંદર સુખુએ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે આવતીકાલથી સિમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આ વિવાદ 67 દિવસ બાદ ઉકેલાયો છે.

આ પણ વાંચો:Loan on Adani Group: અદાણી સમૂહ લોન પરત કરવા શું કરી રહ્યું છે પ્લાન?

શું હતો વિવાદ: મહત્વપૂર્ણ છે કે 15 ડિસેમ્બર 2022ના રોજ હિમાચલમાં અદાણી ગ્રુપના બે સિમેન્ટ પ્લાન્ટે ઉત્પાદન બંધ કરી દીધું હતું. નુકસાનને ટાંકીને અદાણીએ બિલાસપુર જિલ્લામાં સ્થિત ACC સિમેન્ટ અને સોલન જિલ્લામાં સ્થિત અંબુજા સિમેન્ટ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરી દીધું હતું. કંપનીના જણાવ્યા અનુસાર ટ્રકો દ્વારા સિમેન્ટના પરિવહનનો ખર્ચ ઘણો વધારે હોવાથી કંપનીને નુકસાન થઈ રહ્યું હતું. 15 ડિસેમ્બરથી રાજ્યના આ બંને સિમેન્ટ પ્લાન્ટમાં ઉત્પાદન અટકી ગયું હતું. જેના કારણે લગભગ 7,000 ટ્રક ઓપરેટરોને અસર થઈ છે.

આ પણ વાંચો:RBI Digital Loan Policy: હવે લોનની ચુકવણી માટે પરેશાન થવાની જરુર નહીં, RBIએ બનાવ્યા નવા નિયમ

સરકારે બજાવી મધ્યસ્થીની ભૂમિકા:આ વિવાદના ઉકેલ માટે બિલાસપુરથી સોલન અને શિમલા સુધી લાંબી બેઠકોનો દોર ચાલ્યો. સરકારે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવીને ટ્રક ઓપરેટરો અને અદાણી જૂથ સાથે પણ વાટાઘાટો કરી હતી. જિલ્લા વહીવટી તંત્રે પણ ટ્રક ઓપરેટરો સાથે અનેક બેઠકો યોજી હતી. પરંતુ ઉકેલ ન આવતાં બંને પક્ષો ભાડા બાબતે અડગ હતા. આ બેઠકમાં ટ્રક દ્વારા પરિવહનના ભાડા અંગે સમજૂતી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details