અમદાવાદ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પોઝિટિવ થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 298.61 પોઈન્ટ (0.50 ટકા)ના વધારા સાથે 59,761.39ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 76.60 પોઈન્ટ (0.43 ટકા)ના ઉછાળા સાથે 17,774.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
Share Market India બીજા દિવસે શેરબજારની પોઝિટિવ શરૂઆત - ભારતીય શેરબજાર ન્યૂઝ
સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પોઝિટિવ થઈ છે. આજે સવારે સેન્સેક્સ Sensex 298.61 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 76.60 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારની સ્થિતિઆજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 39 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.03 ટકાના સામાન્ય ઘટાડા સાથે 28,861.76ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.27 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.07 ટકાના વધારા સાથે 15,428.07ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.21 ટકાના વધારા સાથે 20,083.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.29 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.29 ટકાના વધારા સાથે 3,285.52ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોજુલાઈમાં ખાદ્યતેલની આયાત 31 ટકા વધીને 12.05 લાખ ટન થઈ
આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદોજેકે સિમેન્ટ (JK Cement), સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ (Samvardhana Motherson International), શક્તિ સુગર્સ (Sakthi Sugars), સુપ્રીયા લાઈફસાયન્સિઝ (Supriya Lifesciences), સન ટીવી નેટવર્ક (Sun TV Network), ટીસીએનએસ ક્લોથિંગ (TCNS Clothing), ડીસીડબ્લ્યૂ (DCW), ટિમકન ઈન્ડિયા (Timken India), એપોલો ટાયર્સ (Apollo Tyres).