ગુજરાત

gujarat

ETV Bharat / business

EDની મોટી કાર્યવાહી, અનિલ અંબાણી, સુભાષચંદ્ર અને નરેશ ગોયલને સમન્સ જારી કરાયું - gujaratinews

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણીને ગુરુવારે હાજર થવા સમન્સ જાહેર કર્યું છે. ઇડીએ સોમવારે નવું સમન્સ બહાર પાડ્યું હતું અને અંબાણીને 19 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય સુભાષચંદ્ર અને નરેશ ગોયલને સમન્સ પણ જારી કરાયા છે.

etv bharat
etv bharat

By

Published : Mar 16, 2020, 10:50 PM IST

નવી દિલ્હી: આપને જણાવી દઈએ કે, સુષષચંદ્ર એસ્સેલ ગ્રુપ સાથે સંકળાયેલા છે, જ્યારે નરેશ ગોયલ જેટ એરવેઝ સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે, એસ્સેલ ગ્રૂપ પાસે પણ યસ બેંકના 8 હજાર 400 કરોડ રૂપિયા બાકી નીકળે છે.

સોમવારે EDના અધિકારીઓએ કહ્યું કે અનિલ અંબાણીને 16 માર્ચે મુંબઈની બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. EDએ જણાવ્યું કે, અંબાણી ગ્રુપની કંપનીઓ એ મોટી કંપનીઓમાં શામેલ છે, જેમની લોન કથિત રીતે ખરાબ પરફોર્મ કરી રહેલી બેંકમાંથી લીધા બાદ એનપીએ અથવા નોન પરફોર્મિંગ એસેટ્સમાં ફેરવાઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details