નવી દિલ્હી: ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. જ્યારે પેટ્રોલની કિંમત સતત 14માં દિવસે સ્થિર રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલનો ભાવ 81.05 રુપિયા લીટર થયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલના મુકાબલે ડીઝલ 62 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો, દિલ્હીમાં 81.05 રુપિયા લીટર
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલની કિંમતમાં ક્રમશ 81.05 રુપિયા, 76.17 રુપિયા, 79.27 રુપિયા અને 78.11 રુપિયા પ્રતિ લીટર થઈ છે, તો પેટ્રોલનો ભાવ 4 મહાનગરો ક્રમશ 80.43 રુપિયા, 82.10 રુપિયા, 87.19 રુપિયા અને 83.63 રુપિયા પ્રતિ લીટર થયો છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલની કિંમતમાં ક્રમશ 81.05 રુપિયા, 76.17 રુપિયા, 79.27 રુપિયા અને 78.11 રુપિયા પ્રતિ લીટર થઈ છે, તો પેટ્રોલનો ભાવ 4 મહાનગરો ક્રમશઃ 80.43 રુપિયા, 82.10 રુપિયા, 87.19 રુપિયા અને 83.63 રુપિયા પ્રતિ લીટર થયો છે.
તેલ વિતરણ કંપનીએ સોમવારે ડિઝલના ભાવમાં દિલ્હીમાં 11 પૈસા, કોલકતામાં 12 પૈસા જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં 10 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. ન્યૂયાર્ક મર્કૈટાઈલ એક્સચેન્જ નાય મૈક્સ પર અમેરિકી લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ, ડબ્લ્યૂટીઆઈના અગસ્ટવાયદા કરારમાં ગત્ત સત્રની તુલનાએ 0.79 ટકાના ઘટાડા સાથે 5 40.52 ડૉલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.