હૈદરાબાદ: ચાંદી મોટા ભાગે સોનાનો ગરીબ પિતરાઇ ભાઇ અથવા ક્યારેક ગરીબ માણસના સોના તરીકે ઓળખાય છે. પરંતુ ગયા અઠવાડિયાની તેજી સાથે ચાંદીના ભાવો સોનાથી વધુ થઇ ગયા.
ભારતમાં આ અઠવાડિયામાં ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા 9,000 અથવા 17.5 ટકાનો વધારો થયો છે. ગુરુવારે વાયદા બજારમાં ચાંદીનો ભાવ કિલો દીઠ 62,400 ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, જે નવ વર્ષમાં તેમનો સર્વોચ્ચ સ્તર છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ચાંદી આશરે 22.79 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.
કિંમતોમાં ઉછાળો નાટકીટ રહ્યો છે. કેમકે બંને મોરચે ચાંદીને ફાયદો થયો છે. એક કીંમતી ધાતું સાથે જ એક ઔદ્યોગિક ધાતુ. વૈશ્વિક રોગચાળા, યુએસ-ચીન વેપાર યુદ્ધ અને કિંમતી ધાતુઓમાં રોકાણની માંગને કારણે સોનાનામાં ફાયદો થયો છે. ભારતમાં વાયદાના વેપારમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 50,700ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો, મુખ્યત્વે સોલર પેનલ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થયો છે. મંગળવારે, યુરોપિયન યુનિયનના 27 દેશોના નેતાઓએ વિશ્વના સૌથી મોટા ગ્રીન સ્ટીમ્યુલસ પેકેજ તરીકે વર્ણવવામાં આવેલી વાતોની વિગતો આપી.
હવે, ચાંદી ફોટોવોલ્ટિક કોષોના ઉત્પાદનમાં એક આંતરિક તત્વ છે જેનો ઉપયોગ સોલર પેનલ અથવા ઓટોમોબાઈલ ઘટકોમાં થાય છે. વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ગ્રીન એનર્જી ટેકનોલોજીના વિકાસ અને ઓટો ઉદ્યોગમાં વધતા વીજળીકરણને કારણે ધાતુની માંગમાં વધારો થવાની સંભાવના છે.