ગુજરાત

gujarat

ETV Bharat / business

ચોથા દિવસે ઘટાડા સાથે શરૂ થયું શેર માર્કેટ, સેન્સેક્સ 744 પોઈન્ટ પર ગગડ્યો - બીએસઈ

શેરમાર્કેટમાં આજે અઠવાડિયાનો ચોથો દિવસ છે. આજે શેર માર્કેટ વૈશ્વિક સંકેતોથી લાલ નિશાન પર ખૂલ્યું હતું. શેર માર્કેટના પ્રારંભમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 744.85 પોઈન્ટ (1.45 ટકા)ના ઘટાડા સાથે 52699.80ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 218.85 પોઈન્ટ એટલે કે 1.44 ટકા નીચે 15026.75ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે 470 શેરમાં તેજી જોવા મળી હતી. આ સાથે જ 971 શેરમાં ઘટાડો અને 70 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

ચોથા દિવસે ઘટાડા સાથે શરૂ થયું શેર માર્કેટ, સેન્સેક્સ 744 પોઈન્ટ પર ગગડ્યો
ચોથા દિવસે ઘટાડા સાથે શરૂ થયું શેર માર્કેટ, સેન્સેક્સ 744 પોઈન્ટ પર ગગડ્યો

By

Published : Mar 4, 2021, 12:42 PM IST

  • વિશ્વભરના શેર માર્કેટમાં ભારી ઉથલપાથલ જોવા મળી
  • ભારતનું શેર માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યું હતું
  • રિલાયન્સ, અદાણી પોર્ટ્સના શેર લાલ નિશાન પર શરૂ થયા

નવી દિલ્હીઃ વિશ્વભરના શેર માર્કેટમાં ભારી ઉથલ પાથલ જોવા મળી હતી. આજે ભારતના શેર માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યો હતો. બુધવારે નેસ્ડેક ઈન્ડેક્સ 2.70 ટકા નીચે 12997 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સમાં 1.39નો ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 517 પોઈન્ટ નીચે 29042 પર ચાલી રહ્યો છે.

પ્રી ઓપન દરમિયાન સેન્સેક્સ 297.74 પોઈન્ટ નીચે રહ્યો

મોટા શેરની વાત કરીએ તો આજે શેર માર્કેટ શરૂ થતા રિલાયન્સ, ઓએનજીસી, ઈન્ડસઇન્ડ બેન્ક, ભારતીય એરટેલ અને અદાણી પોર્ટ્સના શેર લીલા નિશાન પર શરૂ થયા હતા. જ્યારે હિન્ડાલ્કો, ટાટા સ્ટિલ, એચડીએફસી, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને ટાટા મોટર્સના શેર લાલ નિશાન પર ખૂલ્યા હતા. આ સાથે જ પ્રી ઓપન દરમિયાન સવારે 9.03 વાગ્યે સેન્સેક્સ 297.74 પોઈન્ટ (0.58 ટકા) નીચે 51146.91ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 123.80 પોઈન્ટ (0.82 ટકા) નીચે 15120.80ના સ્તર પર હતો.

ABOUT THE AUTHOR

...view details