ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ પહેલીવાર રેકોર્ડ બ્રેક 50 હજારને પાર, નિફ્ટી 14,738થી વધુની સપાટી સાથે ખૂલ્યું - શેર માર્કેટ

શેરબજારમાં આજે ગુરુવારે સેન્સેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. પહેલીવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ પ્રિ-ઓપનિંગ ટ્રેડમાં 50 હજારના સ્તરને પાર કરીને ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી 14,730.95ના સ્તર પર ચાલી રહ્યો છે.

શેરબજારમાં સેન્સેક્સ પહેલી વખત રેકોર્ડ બ્રેક 50 હજારથી વધુની સપાટી સાથે ખુલ્યો
શેરબજારમાં સેન્સેક્સ પહેલી વખત રેકોર્ડ બ્રેક 50 હજારથી વધુની સપાટી સાથે ખુલ્યો

By

Published : Jan 21, 2021, 10:46 AM IST

  • શેરબજારમાં આજનો દિવસ રહ્યો ખૂબ જ મહત્ત્વપૂર્ણ
  • સેન્સેક્સ રેકોર્ડ બ્રેક 50 હજારથી વધુની સપાટીએ ખૂલ્યો
  • અત્યારે નિફ્ટી 14,730.95ના સ્તર પર ચાલી રહ્યો છે

મુંબઈઃ શેર બજારમાં આજે સેન્સેક્સે રેકોર્ડ બ્રેક કરી દીધો છે. આજે ગુરુવારે સેન્સેક્સ પહેલી વખત 50 હજારથી વધુની સપાટી સાથે ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી 14,730.95ની સપાટીએ ચાલી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 319 પોઈન્ટની ઝડપ સાથે 50,111.93ના સ્તર પર ખૂલ્યો હતો.

જૉ બાઈડને નવા રાહતના કાર્યો પર કર્યા હસ્તાક્ષર

અમેરિકામાં જો બાઈડને નવા અમેરિકી પ્રમુખ તરીકે શપથ લીધા પછી તેમણે નવા રાહતના કાર્યો પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ તેમના બજેટમાં ઘણી મહત્ત્વપૂર્ણ ઘોષણાની પણ આશા દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details