- ટેગા ઈન્ડસ્ટ્રીઝના શેરની પ્રાઈસ બેન્ડ 443થી 453
- ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુથી 44.3 ગણી
- કેપ પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુથી 45.3 ગણી છે
અમદાવાદ: કોલકાતાની ટેગા ઇન્ડસ્ટ્રીઝે ( Tega Industries IPO ) એના પ્રથમ આઇપીઓ માટે પ્રાઇસ (Tega Industries IPO price) બેન્ડ શેર દીઠ રૂ.443થી 453 નક્કી કરી છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઇપીઓ 1 ડિસેમ્બર, 2021ને બુધવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 ડિસેમ્બર, 2021ને શુક્રવારે બંધ થશે. રોકાણકારો લઘુતમ 33 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને પછી 33 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. (Upcoming IPO)
કંપની અગ્રણી ઉત્પાદક અને વિતરક છે
કંપની 30 જૂન, 2021ના રોજ વેચાણને આધારે આંતરરાષ્ટ્રીય મિનરલ બેનિફિશિએશન, માઇનિંગ અને બ્લક સોલિડ સંચાલન ઉદ્યોગ માટે સ્પેશ્યલાઇઝ ‘ઓપરેટ કરવામાં મહત્વપૂર્ણ’ અને રિકરિંગ કન્ઝ્યુમેબ્લ ઉત્પાદનોની અગ્રણી ઉત્પાદક અને વિતરક છે.
પ્રમોટર દ્વારા વેચાણની ઓફર છે
આઇપીઓ (latest IPO news) સંપૂર્ણપણે વિક્રેતા શેરધારકો દ્વારા 1,36,69,478 ઇક્વિટી શેર સુધી, મદન મોહન મોહન્કા દ્વારા 33,14,657 ઇક્વિટી શેર સુધી, મનિષ મોહન્કા દ્વારા 6,62,931 ઇક્વિટી શેર (મદન મોહન મોહન્કા સાથે સંયુક્તપણે) અને વેગ્નેર લિમિટેડ દ્વારા 96,81,890 ઇક્વિટી શેર સુધી (રોકાણકાર વિક્રેતા શેરધારકો)ની વેચાણની ઓફર છે. કંપનીને ઓફરમાંથી કોઈ આવક થશે નહીં.
35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે છે
સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)ને અનુસરીને ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાગત બાયર્સને ઉપલબ્ધ કરવામાં આવશે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.