- ટાટા મોટર્સે SUV PUNCH કાર કરી લોન્ચ
- એસયુવી પંચને 5-સ્ટાર એડલ્ટ સેફ્ટી રેટિંગ મળ્યું
- 21,000 રૂપિયાથી આજ સોમવારથી બુકિંગ ખુલ્યું
ન્યૂઝ ડેસ્ક : ટાટા મોટર્સે આજે sub-compact SUV Punch લોન્ચ કરી છે. જેની કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ થશે. ગયા અઠવાડિયે, Tata Motors એ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વાહન સલામતી માન્યતા જૂથ, ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં સબ-કોમ્પેક્ટ એસયુવી પંચને એડલ્ટ એક્ટપેન્ટ પ્રોટેકશન 5-સ્ટાર એડલ્ટ સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ બાબતે ઓટો મેજરે જણાવ્યું હતું કે, પંચ (PUNCH) એ બાળકોની સલામતી માટે 4-સ્ટાર રેટિંગ પણ પ્રાપ્ત કર્યું છે. 5 સ્ટાર સર્વોચ્ચ સ્કોર સૂચવે છે જ્યારે શૂન્ય(0) સ્ટાર રેટિંગ વાહન ક્રેશ ટેસ્ટ દરમિયાન ન્યૂનતમ સ્કોર દર્શાવે છે.
પંચની કિંમત 5.49 લાખથી થાય છે શરૂ
પ્રોય મેન્યુઅલ ટ્રાન્સમિશનની પ્રારંભિક કિંમત 5.49 લાખ રૂપિયા છે. એડવેન્ચર મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 6.39 લાખ રૂપિયા, એક્મપ્લિશ્ડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 7.29 લાખ રૂપિયા અને ક્રિએટિવ મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 8.49 લાખ રૂપિયા છે. ટાટા મોટર્સે 4 ઓક્ટોબરના રોજ એસયુવી ઓલ-ન્યૂ પંચ લોન્ચ કરી છે. ટાટા પંચ તેની એસયુવી લાઇનઅપમાં નવીનતમ ઉમેરો છે. વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા માટે ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં આવે ત્યારે ટાટા પંચ ઓટોમેટિક એન્જિન ઓન ઓફની સિસ્ટમ પણ છે. 21,000 રૂપિયાથી આજથી બુકિંગ ખુલ્યું છે.