ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market : સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો અને નિફ્ટી 16850ને પાર - Share Market

આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે બજારમાં ઘણી ખરીદી ચાલી રહી છે, ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર તેજી બતાવી રહ્યા છે અને 1 કંપની નરમાશ દર્શાવી રહી છે. આજે સેન્સેક્સ 56,329 ના સ્તરે ખુલ્યો છે અને નિફ્ટીએ 16,775 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

Share Market
Share Market

By

Published : Aug 30, 2021, 1:12 PM IST

  • પહેલા કારોબારી દિવસે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું
  • શેરબજારના બન્ને મુખ્ય ઇન્ડેક્સ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ કરી રહ્યા છે
  • નિફ્ટી 16850 આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો છે

ન્યૂઝ ડેસ્ક- આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે. છે. શેરબજારના બન્ને મુખ્ય ઇન્ડેક્સ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 56,329 ના સ્તરે ખુલ્યો છે અને નિફ્ટીએ 16,775 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સવારે સેન્સેક્સ 500 અંક ઉછાળા સાથે 56625 ના સ્તરે જોવા મળ્યો છે, તો નિફ્ટી 16850 આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો છે.

આ પણ વાંચો- Share Market Closing: આજે ફરી એક વાર શેર બજાર મજબૂતી સાથે બંધ થયું, સેન્સેક્સ 123 પોઈન્ટ ઉછળ્યો

સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર તેજી બતાવી રહ્યા છે

આજે બજારમાં ઘણી ખરીદી ચાલી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર તેજી બતાવી રહ્યા છે અને 1 કંપની નરમાશ દર્શાવી રહી છે. ઇન્ડેક્સમાં ટાઇટન અને ટાટા સ્ટીલના શેરમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની નબળાઈની સાથે દેખાઇ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.52 ટકા વધારાની સાથે 35,814.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં પાવરગ્રિડ તૂટ્યો છે

બેન્કિંગ, ઓઇલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, એફએમસીજી, ઑટો, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ, આઈટી, હેલ્થકેર અને ફાર્મા શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા મોટર્સ, ટાઈટન, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ અને એમએન્ડએમ 1.14-2.39 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવરગ્રિડ તૂટ્યો છે.

આ પણ વાંચો-આજે ત્રીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર

સિટીગ્રુપ, SBI કેપિટલ સહિત 10 ઈનવેસ્ટમેન્ટ બેન્કોના નામ ફાઈનલ કર્યા છે

સરકારે દેશના સૌથી મોટા ઈશ્યૂને મેનેજ કરવા માટે 10 ઈનવેસ્ટમેન્ટ બેન્કોને પસંદ કરી લીધી છે. તેમાં સિટીગ્રુપ, SBI કેપિટલ સહિત 10 ઈનવેસ્ટમેન્ટ બેન્કોના નામ ફાઈનલ કર્યા છે. સરકારને આશા છે કે, LIC માં પોતાની ભાગીદારી વેચીને તે 80,000-90,000 કરોડ રૂપિયા એકઠા કરી શકે છે. માર્ચ 2022 સુધી સરકારને વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાના છે. આ યોજનાની હેઠળ સરકાર LIC માં પોતાની ભાગીદારી ઘટાડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details