BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ના 30 શેર આધારિત સેન્સેક્સ પાછલા સત્રમાં બંધ થયા બાદ 161.27 પોઈન્ટ અથવા 0.41 ટકાની તેજી સાથે 39,058.73 પર બંધ રહ્યો હતો. જેના બાદ તે વધુ ઘટ્યો હતો.
મજબુત શરુઆત બાદ ગગડ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ કડાકો
મુંબઈ: વિદેશી બજારમાં મજબુત સંકેતો બાદ શુક્રવારે ઘરેલુ બજારની શરુઆત તેજી સાથે થઈ હતી. પરંતુ બાદમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા. આ પહેલા સેન્સેક્સ ઉછાળા સાથે 39,000 પર ખુલ્યું અને નિફ્ટીની શરૂઆત પણ 11,600ની મજબુતી સાથે થઈ હતી. સવારે 9.39 વાગ્યે સેન્સેક્સ 16.71 અંકોના ઘટાડા સાથે 38,880.75 પર કારોબાર કરી રહ્યો હતો અને નિફ્ટી પણ 6.35 અંકોના ઘટાડા સાથે 11,590.55 પર હતું.
business news
NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના 50 શેરો પર આધારિત નિફ્ટી પણ અગાઉના સત્ર સામે 31.05 પોઇન્ટ ઉછળીને 11,627.95ની સપાટીએ રહ્યો હતો અને પ્રારંભિક ટ્રેડિંગ સત્ર દરમિયાન નિફ્ટી ઘટીને 11,587.20 થયો હતો.
Last Updated : Jul 19, 2019, 11:30 AM IST