ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર ધરાશાયી, સેન્સેક્સમાં 2200થી વધુ પોઈન્ટનો કડાકો - BSE SENSEX

શેરબજારમાં આજે બ્લેક મન્ડે થયો છે. વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે, જેના પગલે શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી છે. પરિણામે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 2200થી વધુ પોઈન્ટનો જંગી કડાકો બોલી ગયો છે. નિફટી ઈન્ડેક્સ 640 પોઈન્ટ તૂટી ગયો છે. 20 સપ્ટેમ્બર 2019 પછી સેન્સેક્સ સૌથી નીચા મથાળા પર ટ્રેડ કરી રહ્યો છે.

stock
શેરબજાર

By

Published : Mar 9, 2020, 1:33 PM IST

Updated : Mar 9, 2020, 1:40 PM IST

અમદાવાદ: કોરોના વાયરસનો હાહાકાર છે. કોરોનાથી વિશ્વભરમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઈટાલી, ઈરાન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી મૃત્યુઆંક વધી રહ્યો છે, જે ગભરાટ પાછળ વિદેશી નાણા સંસ્થા (એફઆઈઆઈ)ની જોરદાર વેચવાલી ચાલુ રહી છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત સતત ઘઠી રહી છે, 1991 પછી ક્રૂડ સૌથી નીચા લેવલ પર છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે તેના રીપોર્ટમાં લખ્યું છે કે, કોરોનાથી વૈશ્વિક મંદીની શરૂ થઈ શકે છે. તેમજ ભારતમાં યસ બેંક કાચી પડી છે, જેનો ફફડાટ મચી નથી. એફઆઈઆઈની સાથે સ્થાનિક ઈન્વેસ્ટરોની ભારે વેચવાલી ફરી વળી છે. ચાલુ માર્કેટમાં ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ 2200થી વધુ પોઈન્ટ તૂટી 35,285 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફટી ઈન્ડેક્સ 641 પોઈન્ટ ગબડી 10,340 પર ટ્રેડ કરી રહ્યો છે.

Last Updated : Mar 9, 2020, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details