બી.એસ.ઈ સેન્સેક્સ 623 પોઈન્ટ એટલે કે 1.6 ટકા વધીને 39,435 થયો હતો. ગેઇનરોની યાદીમાં અગ્રણી ICICI બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, વેદાંતા અને ટાટા મોટર્સ રહ્યા હતા. 30 બી.એસ.ઈના ઘટકોમાંથી માત્ર હિન્દુસ્તાન યુનિલિવર અને NTPC જ આ દિવસે લાલ રંગમાં દેખાયા હતા.
શેર માર્કેટ પર જોવા મળી 'કમળ'ની અસર, તમે કેટલા કમાયા...? - psu bank
ન્યૂઝ ડેસ્કઃ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં આજે બહુમતી વાળી સરકાર આવવાથી ખુશીના માહોલ વચ્ચે સેન્સેક્સ 623 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
નિફ્ટી 187 પોઈન્ટ વધીને 11,844 થઈ હતી. આશરે 1823 શેરોમાં વધારો થયો હતો, જ્યારે 676 શેર્સ ઘટ્યા હતા અને 150 શેર યથાવત રહ્યા હતા. બી.એસ.ઈ મિડકૅપ ઇન્ડેક્સ 295 પોઈન્ટ વધીને 14,945 ની સપાટીએ પહોંચ્યો હતો. બી.એસ.ઈ સ્મોલકેપ 347 પોઈન્ટ વધીને 14,670 પર બંધ રહ્યોહતો. નિફ્ટી સેક્ટરલ સૂચકાંકોએ દિવસના અંતે લાભ મેળવ્યો હતો. જેમાં નિફ્ટી પી.એસ.યુ બેંક મહત્તમ 5.6 ટકા અને નિફ્ટી રિયલ્ટી 4.4 ટકા વધી હતી.
જે.એમ.સી પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા)ના શેરમાં 15 ટકાનો વધારો થયો હતો. કંપનીએ દક્ષિણ ભારતના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે 616 કરોડ રૂપિયાના નવા ઓર્ડર્સને સુરક્ષિત કર્યા પછી શુક્રવારે બી.એસ.ઇના પ્રારંભિક વેપારમાં વધારો જોવા મળ્યો હતો. માર્ચ કવાર્ટરની મજબુતી બાદ, બીએસઇ પર કે.ઇ.આઈ ઇન્ડસ્ટ્રીઝ સીધા પાંચમા દિવસ સુધી ઊંચી સપાટીએ રહ્યો હતો, જે 5.6 ટકા વધીને 491.95 રૂપિયા થયો હતો.