સેન્સેક્સ શરીઆતમાં 40,676 સુધી પહોંચ્યો હતો અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. નિફ્ટીએ 12000ની સપાટી પાર કરી છે. BSEના 30 શેર પર આધારિત પ્રમુખ સૂચકાંક સેનસેક્સ સવારે 9.50 વાગ્યે 128.57 પોઇન્ટ સાથે 40,599.38 પર વેપાર કરી રહ્યો હતો. સેનસેક્સ સવારે તેજી સાથે 40,625.64 પર ખુલ્યો હતો. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 40,469.78 પર બંધ થયો હતો.
કારોબારની શરૂઆતમાં જ શેરબજારમાં ખુશીનો માહોલ, નિફ્ટી 12,000 ને પાર - ભારતીય શેયર બજાર
મુંબઇ: ભારતીય શેયર બજારમાં ગુરૂવારના રોજ રફતાર આવી છે. સેન્સેક્સ એક નવી ઉંચાઇ પર પહોંચ્યો છે, તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી છે. આર્થિક વિકાસને વેગ આપવા સરકાર આગામી સમયમાં વિવિધ ઉદ્યોગો માટે રાહતો-પ્રોત્સાહન જાહેર કરશે તેવા પ્રબળ આશાવાદ અને વિદેશી ફંડ હેઠળ નવી લેવાલીના કારે સેન્સેક્સ વધીને 40,607ના નવા વિક્રમી શિખરે પહોંચ્યો હતો. તો બીજી તરફ એનએસઇના 50 શેર પર આધારિત નિફ્ટી પણ 12 હજારની સપાટીને કુદાવી હતી.
file photo
નેશનલ સ્ટોક એક્સચેન્જના 40 શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફિટી 34.55 પોઇન્ટ એટલે કે 0.29 ટકા સુધી વધીને 12000.60 સુધી પહોંચ્યો હતો.જે સવારે 12,021.10 પર ખુલ્યો હતો. છેલ્લા સત્રમાં નિફ્ટી 11,966.05 પર બંધ થયો હતો.