મુંબઇ: વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે ઉર્જા,ઇન્ફરમેશન ટેકનોલોજી (આઇટી) અને બેન્કિંગ શેરોમાં થયેલા વધારાને પગલે સ્થાનિક શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ ઉછાળો રહ્યો છે અને સેન્સેક્સ 997 અંક વધ્યો હતો.
BSEના 30 શેરો વાળા સંવેદનશીલ સૂચઆંક કારોબાર દરમિયાન 1,167 પોઇન્ટના વધારા પછી, અંશત: 997.46 અંક એટલે કે 3.05 ટકાના વધારા સાથે 33,717.62 પર બંધ થયા છે. કારોબાર દરમિયાન, તે દિવસના ઉચ્ચતમ સ્તર 33,887.25 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો.