- સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે શેરબજારમાં જોવા મળી તેજી
- સોમવારની શરૂઆતમાં જ સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને સર્વોચ્ચ ઊંચાઈ પર રહ્યો
- એનએસઈ નિફ્ટી 192.55 પોઈન્ટથી વધીને સર્વોચ્ચ ઊંચાઈના સ્તર પર રહ્યો
મુંબઈઃસકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે આઈસીઆઈસીઆઈસી બેન્ક, એચડીએફસી બેન્ક અને એમ એન્ડ એમ જેવા મોટા શેરમાં તેજી આવી હતી. આના કારણે પ્રમુખ શેર સૂચકાંક સેન્સેક્સ સોમવારની શરૂઆત દરમિયાન 600 પોઈન્ટથી વધીને અત્યાર સુધીની સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચી ગયો છે. આ દરમિયાન 30 શેર પર આધારિત બીએસઈ પોઈન્ટ 668.36 પોઈન્ટ અથવા 1.32 ટકા વધીને 51,199.99ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. આવી જ રીતે વ્યાપક એનએસઈ નિફ્ટી 192.55 પોઈન્ટ અથવા 1.29 ટકા વધીને 15.116.80 સાથે પોતાની સર્વોચ્ચ ઉચ્ચ સ્તર પર પહોંચ્યું હતું.