સવારે 11.50 કલાકે મુંબઇ સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેર પર આધારિત પ્રમુખ સંવેદી સૂચકઆંક સેનસેક્સ 410.87 અંકો એટલે કે, 0.70 ટકાના વધારા સાથે 39,668.07 પર કારોબાર કર્યો હતો અને નિફ્ટી 115 અંક એટલે કે, 1.01 ટકાના વધારા સાથે 11,730.35 પર રહ્યો હતો.
આ પહેલા મુંબઇ શેર બજારના 30 શેરવાળા સેનસેક્સ એક સમયે 39,393.12 અંક સુધી પહોંચ્યા હતા. જે બાદમાં તે 106.37 અંક એટલે કે, 0.27 ટકાના વધારા સાથે 39,356.57 અંક પર કારોબાર કર્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પણ શરૂઆતી કારોબારમાં 16.75 અંક એટલે કે, 0.14 ટકાના વધારા સાથે 11,643.90 અંક પર રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં ટાટા મોટર્સના શેર 13 ટકા વધારો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક ટકાનો વધારો થયો હતો.
ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વેદાંતા, ટીસીએસ અને મારૂતિના શેર ત્રણ ટકા સુધી લાભમાં હતા, ત્યારે બીજી અને ભારતી એરટેલ, યસ બેન્ક, કોટક બેન્ક, હિન્દુસ્તાન યૂનિલીવર, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ અને SBIના શેર શરૂઆતી કારોબારમાં ચાર ટકા સુધી ગગડ્યા હતા.