ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 460 પોઈન્ટ ઉછળ્યો - Nifty Index

શેરબજારમાં મજબૂતી આગળ વધી હતી. આરબીઆઈની ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, જેને પગલે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ 460.37(0.94 ટકા) વધી 49,661.76 બંધ થયો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 135.55(0.92 ટકા) વધી 14,819.05 બંધ થયો હતો.

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 460 પોઈન્ટ ઉછળ્યો
શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 460 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Apr 7, 2021, 5:43 PM IST

  • શેરબજારમાં તેજી બરકરાર
  • આરબીઆઈની ધીરાણ નીતિ પછી બેંક શેરોમાં નવી લેવાલી
  • બારબિક્યૂ નેશનના નવા શેરનું લિસ્ટિંગ

અમદાવાદ- શેરબજારમાં મજબૂતી આગળ વધી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરતાં કહ્યું છે કે વ્યાજ દર 4 ટકા યથાવત રખાયો છે. તેમજ 2022માં જીડીપી ગ્રોથ 10.5 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. જે સમાચાર પાછળ બેંક શેરોમાં ભારે લેવાલી આવી હતી. અને તેની પાછળ સેન્સેક્સ અને નિફટી ઉછળ્યાં હતાં.

આરબીઆઈએ વ્યાજ દર સહિત તમામ ચાવીરૂપ દરો યથાવત રાખ્યાં

આરબીઆઈની ધીરાણ નીતિની જાહેરાત પછી રિયલ્ટી, ઓટો અને બેંકિંગ સેકટરના શેરોમાં નવી ખરીદીથી નવી મજબૂતી આવી હતી. બીજી તરફ બારબિક્યૂ નેશનના નવા શેરનું લિસ્ટિંગ થયું હતું, જે શરૂના ટ્રેડમાં બે ટકા ડિસ્કાઉન્ટમાં રૂપિયા 489 પર થયું હતું. ત્યાર બાદ તે 20 ટકા ઉછળ્યો હતો અને ભાવ રૂપિયા 588 થયો હતો. રેલટેલને 34.3 કરોડનો નવો ઓર્ડર મળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે પાવર સેકટરને છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. નિફટી બેંક બે દિવસના ઘટાડા પછી આજે મજબૂતી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 14,700ને પાર

સેન્સેક્સ 460.37 ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 49,201.39ની સામે આજે સવારે 49,277.09 ખૂલ્યો હતો, શરૂમાં સામાન્ય ઘટી 49,093.90 થઈ અને ત્યાંથી ઉછળી 49,900.13 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 49,661.76 બંધ થયો હતો, જે 460.37નો ઉછાળો દર્શાવે છે.

નિફટી ઈન્ડેક્સમાં 135.55નો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,683.50ની સામે આજે 14,716.45 ખૂલીને શરૂમાં ઘટી 14,649.85 થઈ અને ત્યાંથી ઉછળી 14,879.80 થઈ અંતે 14,819.05 બંધ થયો હતો, જે 135.55નો ઉછાળો દર્શાવે છે.

આ પણ વાંચોઃ આંશિક ઉછાળા સાથે શરૂ થયું ભારતીય શેર બજાર, નિફ્ટી 14,600ને પાર

ટોપ ગેઈનર્સ

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એસબીઆઈ(2.25 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.05 ટકા), નેશ્લે(2.02 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(2.02 ટકા) અને એમ એન્ડ એમ(1.95 ટકા)નો સમાવેશ થાય છે.

ટોપ લૂઝર્સ

આજે સૌથી વધુ ગગડેલા શેરમાં ટાઈટન કંપની(0.78 ટકા), એનટીપીસી(0.47 ટકા) અને એચયુએલ(0.14 ટકા)નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details