BSE ના 30 શેરના સૂચકાંક સેન્સેક્સ સવારે 11.50 વાગ્યે 296.87 અંકો સાથે 40,766.57 પર વેપાર કરતો જોવા મળ્યો હતો.જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર સૂંચકાંક નિફ્ટી લગભગ 81.30 પોઇન્ટના વધારા સાથે 12,021.40 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
શેરબજારમાં ઉછાળો, રીલાયન્સ ના શેર ઉંચાઇ પર - રિકોર્ટ સ્તર પર સેન્સેક્સ
મુંબઇ: ભારતીય શેરબજારો આજે પણ વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 260 અંક વધી 40,736.14 સુધી પહોંચ્યો હતો. જે હાલ સવારે 10 કલાકે 244.98 અંકના વધારા સાથે 40,174 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 65 અંક વધી 12005.25 પર કારોબાર કરી રહ્યો છે.
FILE PHOTO
બીજી તરફ આઈટીસીનો શેર 1 ટકા ઘટ્યો. એનટીપીસીમાં 0.9 ટકા અને ઈન્ફોસિસમાં 0.6 ટકા ઘટાડો નોંધાયો. યસ બેન્ક, બજાજ ઓટો, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનીલિવર અને એક્સિસ બેન્કમાં 0.5 ટકાથી 0.6 ટકા સુધીનું નુકસાન જોવા મળ્યું.