મુંબઇ: દેશના શેરબજારમાં કોરોના વાઇરસની અસર ફરી દેખાઇ રહી છે. નબળા વિદેશી સંકેતો અને ઘરેલું પરિબળોએ સોમવારે શેરબજારમાં ફરી ધરખમ ઘટાડો થયો હતો. એક સમયે સેન્સેક્સમાં 2,030 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 600 થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં 2000 અંકો કરતા વધુનો ઘટાડો, નિફ્ટી 9,300ની નીચે
કારોબારના અંતે, BSE સેન્સેક્સ 2,002.27 પોઇન્ટ એટલે કે 5.94 ટકા ઘટીને 31,715.35ના સ્તર પર બંધ રહ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 566.40 પોઇન્ટ એટલે કે 5.74 ટકાના ઘટાડા સાથે 9,293.50 પોઇન્ટ પર બંધ રહ્યું હતું.
market

જ્યારે, શરૂઆતી બજારોમાં કારોબારમાં મંદીનું વલણ જોવા મળ્યું હતું. ભારે વેચવાલીના કારણે સેન્સેક્સ 1,500 થી વધુ પોઇન્ટ ઘટીને ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 9,400ની નીચે ખૂલ્યું હતું.