ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ 1,400 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 9,450ની સપાટી પર - national stock exchange

ભારતીય શેર બજાર સપ્તાહના પ્રથમ દિવસે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1400.90 પોઈન્ટ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 400.20 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

Bombay stock exchange
બોમ્બે સ્ટોક એક્સચેંજ

By

Published : May 4, 2020, 10:41 AM IST

નવી દિલ્હી: ભારતીય શેર બજાર સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1400.90 પોઈન્ટ સાથે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 400.20 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

સોમવારે અમેરિકન બજારોમાં ઘટાડો અને દેશમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોની અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે.

ભારે સ્ટોકવાળી તમામ કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા છે. ટોચના ઘટાડો નોંધાયેલા શેરોમાં ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, ગેઈલ, ઈન્ડસઈન્ડ બેન્ક, વેદાંત લિ., હિંડાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, એક્સિસ બેંક અને મારુતિનો સમાવેશ થાય છે.

ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન 1,167 પોઈન્ટના વધારા બાદ BSEના 30 શેરો વાળો સૂચકઆંંક સેન્સેક્સ 997.46 પોઈન્ટ(3.05 ટકા)ના વધારા સાથે 33,717.62 પર બંધ થયો હતા. કારોબાર દરમિયાન દિવસના ઉચ્ચતમ સ્તર 33,887.25 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો.

NSE નિફ્ટી 306.55 પોઈન્ટ(3.21 ટકા) વધીને 9,859.90 પર બંધ થયા છે.

ABOUT THE AUTHOR

...view details