સવારે 9.50 વાગ્યે સેનસેક્સ ગયા સપ્તાહ કરતા 219.16 અંક એટલે કે 0.53 ટકા વધીને 41,818.88 પર કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી 59.45 અંક એટલે કે 0.49 ટકાની તેજી સાથે 12,316 પર હતું.
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી ઉંચાઇએ - શેરબજાર ન્યુઝ
મુંબઇ: સોમવારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. બંને સૂચઆંકો નવી સપાટીએ પહોંચી ગયા હતા. શરૂઆતી કારોબાર દરમિયાન સેનસેક્સ 300 અંક ઉછળ્યો અને નિફ્ટી પણ ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા બાદ 12,300 પર કારોબાર કરી રહ્યું હતું.
share
આ પહેલા BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 188.89 અંકોની તેજી સાથે 41,788.21 પર ખુલ્યું અને 41,893.41 સુધી ઉછળ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે.
NSEના 50 શેર પર આધારિત નિફ્ટી છેલ્લા સત્રની સરખામણીએ 40 અંકના વધારા સાથે 12,296.70 પર ખુલ્યું અને 12,337.75 સુધી ઉછળ્યું હતું, જે અત્યાર સુધી નિફ્ટીનું સૌથી ઉંચુ સ્તર છે.