ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળા સાથે બુધવારે શેર બજાર ખુલ્યું - આજનું શેરબજાર

બુધવારે સેન્સેક્સમાં 73.99 પોઇન્ટ અને નિફ્ટીમાં 39.75 પોઇન્ટનાં ઉછાળા સાથે શેરબજાર ખુલ્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે બુધવારે શેર બજાર ખુલ્યાં
સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે બુધવારે શેર બજાર ખુલ્યાં

By

Published : Feb 10, 2021, 12:52 PM IST

Updated : Feb 10, 2021, 1:48 PM IST

  • અગાઉના સત્રમાં સેન્સેક્સ 19.69 પોઇન્ટ અને નિફ્ટી 6.50 પોઇન્ટ પર બંધ રહ્યો હતો
  • NSE નિફ્ટી 39.45 પોઇન્ટ વધીને 15,148.75 પર સ્થિર
  • વિદેશી રોકાણકારોએ મંગળવારનાં 1300 કરોડથી વધુના શેર ખરીદ્યા

મુંબઇ: વૈશ્વિક બજારોમાં મોટા પ્રમાણમાં સકારાત્મક વલણ અને સતત વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે ઇક્વિટી બેંચમાર્ક સેન્સેક્સમાં બુધવારે પ્રારંભિક તબક્કામાં 150 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જેનો સીધો ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ અને ટીસીએસ જેવી કંપનીઓનાં શેરધારકોને થયો હતો.

અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓને ફાયદો

શરૂઆતનાં તબક્કામાં BSE 30-શેર ઈન્ડેક્સ 108.91 પોઇન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,437.99 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે, NSE નિફ્ટી 39.45 પોઇન્ટ અથવા તો 0.26 ટકા વધીને 15,148.75 પર પહોંચી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેર સરેરાશ 2 ટકા સુધી વધતા તેઓનો સેન્સેક્સ પેકમાં સમાવેશ થયો હતો. બીજી તરફ ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, L&T, HDFC બેન્ક અને ઇન્ફોસિસ પાછળ રહી ગયા છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ 19.69 પોઇન્ટ અથવા તો 0.04 ટકા તૂટીને 51,329.08 ના સ્તરે અને નિફ્ટી 6.50 પોઇન્ટ અથવા 0.04 ટકા લપસીને 15,109.30 પર બંધ થયા હતા.

યુનિયન બજેટની ઘોષણા પછી FPIનાં પ્રવાહમાં સારી એવી રિકવરી

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(એફપીઆઈ) દ્વારા મંગળવારનાં રોજ મૂડી બજારમાંથી રૂ.1,300.65 કરોડનાં શેરની ખરીદી કરવામાં આવી હતી. રિલાયન્સ સિક્યોરિટીઝનાં હેડ ઑફ સ્ટ્રેટેજી બિનોદ મોદીનાં જણાવ્યા અનુસાર, સ્થાનિક ઇક્વિટી આ સમયે સારી લાગે છે. યુનિયન બજેટની ઘોષણા પછી FPIનાં પ્રવાહમાં સારી એવી રિકવરી લાગી રહી છે. વૈશ્વિક મોરચે, યુએસ ઇક્વિટીસ સતત છ સત્રમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ નીચી સપાટીએ બંધ રહી હતી. વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.28 ટકા ઘટીને 611.૦5 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

Last Updated : Feb 10, 2021, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details