ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેનસેક્સ 40.313ની ઐતિહાસિક સપાટી પર - Mid cap index

મુંબઇ: ગુરુવારે સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે પ્રારંભિક ટ્રેડમાં સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

nifty

By

Published : Oct 31, 2019, 11:46 AM IST

આ સાથે જ BSEના 30 શેર આધારિત પ્રમુખ સૂચઆંક સેનસેક્સ 40,312 ની ઉચ્ચ સપાટીને પાર કરી ગયું હતું. સવારે 10.56 વાગ્યે સેન્સેક્સ આશરે 260 પોઇન્ટના વધારા સાથે 40,313 પર કારોબાર કરી રહ્યો હતો. સાથે જ NSE 50 શેર પર આધારિત નિફ્ટીમાં પણ 74 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને 11,900 ના સ્તર ઉપર કારોબાર રપી રહ્યું હતું.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં એસબીઆઈ, ઇન્ફોસીસ, આઇટીસી, સન ફાર્મા, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે, જેમાં 2.64 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

બીજી તરફ ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, M&M, પાવરગ્રિડ અને યસ બેન્ક 0.92 ટકા સુધી ગબડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details