આ તરફ ડૉલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. ડૉલરની સરખામણીએ રુપિયો 14 પૈસા મજબુતી સાથે ખુલ્યો હતો.
સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો - ડૉલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી
મુંબઇ: સ્થાનિક શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સ પાછલા સત્રની સરખામણીએ 300 પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ લગભગ 90 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
dvs
સેન્સેક્સ સવારે 9.42 વાગ્યે 289.75 પોઇન્ટ એટલેકે 0.75 ટકાના ઘટાડા સાથે 38,532.89 પર અને નિફ્ટી 89.45 અંક એટલે કે 0.78 ટકા તૂટીને 11,422.95 પર કારોબાર કરી રહ્યું હતું.