શરુઆતી કારોબારમાં BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 9.36 વાગ્યે 145.01 અંકોના ઘટાડા સાથે 39,208.76 કારોબાર કરતા જોવા મળ્યો હતો. આ પહેલા સેન્સેક્સ નવ વાગ્યે મજબૂતી સાથે 39,608.25 પર ખુલ્યો અને ઉછળીને 39,617.95 સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યાર બાદ વેચાયેલીના દબાણના કારણે આશરે 186 અંક ઘટીને 39,415.06 ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ છેલ્લા સત્રમાં 39,601.63 બંધ રહ્યો હતો.
શેર બજારમાં વેચવાલીના કારણે સેનસેક્સ 186 અંક ગગડ્યો - share
મુંબઇ: દેશના શેર બજારમાં શુક્રવારે વેચવાલીને કારણે દબાણ જોવા મળ્યું હતું. સેનસેક્સ 186 અંક ઘટીને અંદાજે 39,400 પર આવી ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત નિફ્ટી પણ છેલ્લા સત્રથી 36.00 અંકના ઘટાડા સાથે વ્યવસાયમાં 11,795.75 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી ઘટાડા સાથે 11,827.60 ખુલ્યું હતું અને 11,827.95 સુધી પહોંચી ગયું હતું, પરંતુ ત્યારબાદ ઘટાડો થયો અને તે ઘટીને 11,776.55 આવી ગયું હતું. નિફ્ટી પાછલા સત્રમાં 11,831.75 બંધ રહ્યો હતો.
ભારતીય ચલણમાં પણ ડોલરની સરખામણીમાં નબળાઈ રહી છે. ડૉલરની સરખામણીમાં રૂપિયો 25 પૈસાની નબળાઈ સાથે 69.69 રૂપિયા પ્રતિ ડૉલર રહ્યો હતો. આ અગાઉ રૂપિયો અગાઉના સત્રથી 31 પૈસાની નબળાઈ સાથે 69.75 પર ખુલ્લો હતો.