સ્થાનિક શેર બજારમાં તેજીને લાગી બ્રેક, સેનસેક્સમાં 116 અંકનો ઘટાડો - નિફ્ટી
મુંબઇ: સ્થાનિક શેર બજારમાં સતત 3 દિવસ આવેલી તેજી બાદ આજે બુધવારે તેજીમાં બ્રેક લાગી છે. શરુઆતી વધારા બાદ સેનસેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. સવારે 10.36 વાગ્યે સેનસેક્સ 116.96 પોઇન્ટ એટલે કે 0.31 ટકાના ઘટાડા સાથે 37,524.31 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ લગભગ આ જ સમયે 38.85 અંક એટલે કે 0.35 ટકાના ઘટાડા સાથે 11,066.80 પર કારોબાર કરી રહ્યું હતું.
ghnm
BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે ગયા સત્રની સરખામણીમાં વધારા સાથે 37,655.77 પર ખુલ્યો હતો. જ્યારે ગયા સત્રમાં સેનસેક્સ 37,641.27 પર બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી ગયા સત્રની સરખામણીમાં ઘટાડા સાથે 11,101.30 પર ખુલ્યું અને 11,129.65 સુધીની ઉપરની સપાટી હાંસલ કરી હતી. કારોબાર દરમિયાન 11,052.60 સુધીના નીચેના સ્તરને સ્પર્શ્યું હતું. જ્યારે ગયા સત્રમાં નિફ્ટી 11,105.35 પર બંધ થયું હતું.