સેન્સેક્સ 2,000 પોઇન્ટ વધીને 39,034.24 પોઇન્ટ પર પહોંચી ગયો છે. બીજી તરફ, નિફ્ટી 525 પોઇન્ટ વધીને 11,229.70 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યું છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત બાદ માર્કેટ રોકેટ ગતિએ, સેનસેક્સમાં 2000 અંકની ઐતિહાસિક તેજી - સેનસેક્સમાં 1500 અંકની તેજી
મુંબઈ: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે અર્થતંત્રને વેગ આપવાના પ્રયત્નોના ભાગ રૂપે કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. આ ઘોષણા બાદ શેર બજારોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને માર્કેટમાં રોકેટની ગતિએ તેજી જોવા મળી હતી.
nse
આ પહેલા શરૂઆતી કારોબારમાં BSE ના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 9.43 વાગ્યે 98.41 પોઇન્ટ વધીને 36,191.88 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી પણ 20.35 અંકના વધારા સાથે 10,725.15 પર કારોબાર કરી રહ્યું હતું.
Last Updated : Sep 20, 2019, 2:34 PM IST