ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ 40,435 ના ઐતિહાસિક સ્તર પર, નિફ્ટી 12 હજારની નજીક - સેન્સેક્સ ઐતિહાસિક સ્તર પર

મુંબઇ: આજે શેરબજાર નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. બજાર ખુલ્યા પછી સેન્સેક્સ 40435 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ લગભગ 12 હજાર પર કારોબાર કરૂ રહ્યું છે.

share

By

Published : Nov 4, 2019, 12:15 PM IST

આજે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 269.8 પોઇન્ટ વધીને 40,434.83 ના રેકોર્ડ સ્તરે, જ્યારે નિફ્ટી 12,000 ની સપાટીને સ્પર્શી ગયું હતું.

આ અગાઉ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપિટલાઇઝેશન 1 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે 1.34 લાખ કરોડ રૂપિયાથી વધુ વધ્યું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ આ સમયગાળા દરમિયાન તેનું માર્કેટ કેપિટલાઇઝેશન સૌથી વધુ વધાર્યું હતું.

ટીસીએસ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, આઇટીસી, ઇન્ફોસીસ, એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટ્યું હતું.

  • ટીસીએસનું માર્કેટ કેપિટલાઇઝેશન મહત્તમ 28,893.36 કરોડ રૂપિયાથી વધીને 8,26,293.87 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.
  • ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન 24,704.61 કરોડ રૂપિયા વધ્યું
  • એસબીઆઈનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 28,469.51 કરોડ વધ્યું છે
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 16,671.95 કરોડનો વધારો
  • હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન 7,977.33 કરોડ રૂપિયા વધ્યું

ABOUT THE AUTHOR

...view details