ગુજરાત

gujarat

ETV Bharat / business

SBIમાં ખાતું છે? તો આ સમાચાર તમારા માટે છે...

મુંબઈઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આપનું ખાતુ છે તો પહેલી મેથી આપને કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. એસબીઆઈ સૌથી પહેલી એવી બેંક બની છે કે જે લોન અને ડીપોઝિટના વ્યાજ દરને સીધા આરબીઆઈના રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યા છે. આ નવા નિયમથી એસબીઆઈમાં લોન સસ્તી થઈ શકે છે, તે ઉપરાંત બેંક સેવીંગ્સ એકાઉન્ટ પર પહેલા કરતાં થોડુ ઓછુ વ્યાજ આપશે.

SBI બેન્ક

By

Published : Apr 29, 2019, 8:32 PM IST

અત્યાર સુધી બેંક બેઝિક લેન્ડિંગ રેટ એમસીએલઆરના આધાર પર લોનનો વ્યાજ દર નક્કી કરતી હતી. એવા કેટલીક વાર એવું થતું હતું કે રેપો રેટ ઘટવા છતાં બેંક એમસીએલઆરમાં કોઈ ઘટાડો કરતી ન હતી. તેનું પરિણામ એ આવતું હતું કે રેપો રેટમાં ઘટાડા પછી આમ લોકોને તેનો ફાયદો મળતો ન હતો. પણ હવે એવું નહી થાય.

પહેલી મેથી એસબીઆઈ લોન વ્યાજ દરને રેપો રેટ સાથે જોડી રહી છે. એટલે કે આરબીઆઈ જ્યારે પણ રેપો રેટમાં ઘટાડો કરશે ત્યારે તેનો ફાયદો મળશે. પહેલી મેથી એસબીઆઈ 30 લાખ રૂપિયાની લોન પર 0.10 ટકા વ્યાજ ઓછું ચુકવવું પડશે. 30 લાખ રૂપિયા સુધીની લોનનો વ્યાજ દર 8.60 ટકાથી 8.90 ટકા છે. એસબીઆઈએ એમસીએલઆર પણ 0.55 ટકા ઓછો કર્યો છે.

આગામી મહિનાથી એસબીઆઈ સેવીંગ્સ એકાઉન્ટ હોલ્ડરને 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ પર પહેલાથી ઓછુ વ્યાજ મળશે. 1 લાખ રૂપિયાથી ઓછા સેવીંગ્સ એકાઉન્ટ પર બેંક હવે 3.50 ટકા વ્યાજ આપશે. તેમજ 1 લાખ રૂપિયાથી વધારાની ડીપોઝીટ પર વ્યાજ દર 3.25 ટકા રહેશે.

ABOUT THE AUTHOR

...view details