ભારતીય રિઝર્વ બેંક એ 1 જૂનથી રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ પ્રણાલીના ઉપયોગ સમય વધારવા માટે નિર્ણય લીધો છે. આ આદેશની એક સૂચિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
RBI દ્વારા 1 જૂનથી RTGSની સમય મર્યાદા વધારી 6 વાગ્યા સુધી કરાઇ
મુંબઈઃ RTGS એ નાણાકીય ટ્રાન્ઝેક્શન સિસ્ટમ છે, જ્યાં ટ્રાન્ઝેક્શનના આધારે ભંડોળ સ્થાનાંતરણનું સતત અને વાસ્તવિક સમયમાં સમાધાન થાય છે.
RTGS એક નાણાકીય લેનદેનની પ્રણાલી છે. જ્યાં લેનદેન-દર-લેન-દેનના આધારે ફંડ ટ્રાન્સફરનું સતત અને વાસ્તવિક સમયમાં સમાધાન થાય છે. જો કે, સિસ્ટ્મ 24 કલાકના આધાર પર કામ નથી કરતી.
ગ્રાહક વ્યવહારો માટે વર્તમાન RTGS સેવા વિંડો RBIના અંતે એક જ દિવસે સવારે 8 થી સાંજના 4.30 વાગ્યા સુધી બેંકો માટે ઉપલબ્ધ છે. RTGSમાં ગ્રાહકોને લેનદેન માટેનો સમય સાંજે 4.30 થી સાંજે 6 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે.
RTGSમાં લેન-દેન માટે સમય પ્રમાણે અલગ અલગ રકમ રાખવામાં આવી છે. 13 કલાક (બપોરે 1 વાગ્યા) થી 18 વાગ્યા (6 વાગ્યા) સુધી દરેક માટે 5 રુપિયા હશે.