લંડનના મેયરની પ્રચાર એજન્સી લંડન એન્ડ પાર્ટનર્સે શુક્રવારે જાહેર કરેલ નવા વિશ્લેષણમાં કહેવાયું છે કે 2018માં ભારતીય સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ) આકર્ષિત કરવાના મામલામાં બ્રિટેન મોખરે રહ્યું છે. બ્રિટેનને સૌથી વધુ 52 ભારતીય એફડીઆઈ મળ્યા છે.
લંડનમાં ભારતીય રોકાણકારોનું રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ - investment
લંડન- ભારતીય રોકાણકારો માટે બ્રિટનની રાજધાની લંડન સૌથી વધુ પસંદગી પામેલ સ્થળ બનીને ઉભર્યું છે. વીતેલા વર્ષે લંડનમાં ભારતીય કંપનીઓનું રોકાણ અત્યાર સુધીનું સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. એક નવા વિશ્લેષણમાં આ જાણકારી સામે આવી છે.
તે પછી 51 પરિયોજનાઓની સાથે અમેરિકા અને 32 પરિયોજનાઓની સાથે સંયુક્ત અરબ અમીરાતનું સ્થાન છે. વિશ્લેષણમાં કહેવાયું છે કે લંડનમાં રોકાણ માટે ભારતીય કંપનીઓએ 2018માં 32 પરિયોજનાઓ રજૂ કરી છે. જેથી લંડન શહેરમાં ભારતીય રોકાણકારોનું રોકાણ સૌથી વધુ રહ્યું છે.
લંડનમાં ભારતીય એફડીઆઈ 2017ની સરખામણીએ 2018માં 255 ટકા વધ્યું છે. બ્રિટેનમાં ભારતીય રોકાણ 2017ની સરખામણીએ 2018માં 100 ટકાથી વધુ વધ્યું છે. 2018માં બ્રિટેનમાં આવેલ કુલ ભારતીય રોકાણમાં લંડનની 60 ટકાથી વધુ હિસ્સેદારી રહી છે.