નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકોએ માર્ચ-એપ્રિલ દરમિયાન 5.66 લાખ કરોડની લોન મંજૂર કરી છે. લોકડાઉન હટાવ્યા પછી તરત જ આ લોનનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
સીતારમને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલ 2020 દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોએ 41.81 લાખથી વધુ ખાતાઓ માટે 5.66 લાખ કરોડથી વધુની લોન મંજૂર કરી છે. આ લોન લેનારાઓ MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ ક્ષેત્રના છે. લોકડાઉન સમાપ્ત થયા બાદ આ લોનનું વિતરણ શરૂ કરવામાં આવશે. અર્થવ્યવસ્થા પરત ફરવા માટે તૈયાર છે.
નાણાં પ્રધાન સિતારમને જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોએ લોનની ચૂકવણીમાં રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલી રાહતનો અમલ કર્યો છે. PSBએ RBI દ્વારા લોનના હપ્તાઓની ચૂકવણીથી રાહતનો લાભ વધાર્યો છે. આ લાભને અસરકારક રીતે લંબાવીને 3.2 કરોડ ખાતાઓને ત્રણ મહિનાની રાહત સુનિશ્ચિત કરવામાં આવી છે. શંકાઓનું ઝડપી નિરાકરણ ગ્રાહકોની ચિંતાઓ દૂર કરી આ લોકડાઉન દરમિયાન જવાબદાર બેંકિંગની ખાતરી આપે છે.