દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 74.66 રૂપિયા થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનું ઉંચુ સ્તર 25 નવેમ્બર 2018માં 74.84 રૂપિયા હતું. સોમવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરીથી દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 12 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ચેન્નાઇમાં 13 પૈસાનો વધારો કરાયો છે, જો કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. આ ચાર દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 46 પૈસા મોંઘુ થઈ ગયું છે. ઇન્ડિયન ઑઇલની વેબ સાઇટ મુજબ દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ વધીને અનુક્રમે 74.66 રુપિયા, 77.34 રુપિયા, 80.32 રુપિયા અને 77.62 રુપિયા થઇ ગયા છે. આ પહેલા ચાર મહાનગરોના પેટ્રોલના ભાવ 25 નવેમ્બર 2018ના રોજ અનુક્રમે 74.84 રુપિયા , 76.82 રુપિયા , 80.38 રુપિયા અને 77.69 રુપિયા પ્રતિ લીટર હતું.