નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. તેલ વિપણન કંપનીઓએ (ઓએમસી) ગુરૂવારે એકવાર ફરીથી ઇંધણની કિંમતોમાં વધારો કર્યો હતો. આ સતત 13મો દિવસ છે, જ્યારે કિંમતોમાં વધારો નોંધવામાં આવ્યો છે.
શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 56 પૈસા વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમત 78.37 રુપિયા પ્રતિ લીટર થઇ છે. જ્યારે ડીઝલના ભાવમાં 63 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલના ભાવ 77.06 રુપિયા થયા હતા.
પેટ્રોલના ભાવ પ્રતિ લીટર
- દિલ્હીઃ 78.37 રુપિયા
- મુંબઇઃ 85.21 રુપિયા
- ચૈન્નઇઃ 81.82 રુપિયા
- કોલકાતાઃ 80.13 રુપિયા
ડીઝલના ભાવ પ્રતિ લીટર
- દિલ્હીઃ 77.06 રુપિયા
- મુંબઇઃ 75.53 રુપિયા
- ચૈન્નઇઃ 74.77 રુપિયા
- કોલકાતાઃ 72.53 રુપિયા
SMS કરીને જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ
તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડિયન ઓઇલના ઉપભોક્તા RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર અને HPCLના ઉપભોક્તા HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકો છો. બીપીસીએલ ઉપભોક્તા RSP <ડીલરકોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકો છો અથવા તો આઇઓસીની વેબસાઇટ (https://www.iocl.com/Products/PetrolDieselPrices.aspx) પર જઇને પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો.
દરરોજ 6 કલાકે નક્કી થાય છે કિંમતો
વધુમાં જણાવીએ તો પ્રતિ દિવસ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી જ નવા રેટ લાગુ થઇ જતા હોય છે.
કઇ રીતે નક્કી થાય છે ઇંધણના ભાવ?
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. આ જ ધોરણોને આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઇંધણ કંપનીઓ કરતી હોય છે.