ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 12 પૈસા, કોલકાતામાં 3 પૈસા, મુંબઈમાં 12 પૈસા અને ચેન્નઈમાં 12 પૈસા પ્રતિલીટરનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં દિલ્હીમાં 20 પૈસા, કોલકાતામાં 15 પૈસા અને મુંબઈ તેમજ ચેન્નઈમાં 21 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ચોથા દિવસે ઘટ્યા
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. આંતરરષ્ટ્રીય બજારમાં અગાઉના મહિનામાં ક્રુડ ઓઈલમાં આવેલા ભારે ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટાડો થઈ રહ્યો છે.
petrol
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હી, કોલકાતા, મુંબઈ તેમજ ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ: 71.50, 73.73, 77.16 અને 74.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. ડીઝલના ભાવમાં પણ ચારેય મહાનગરમાં 66.16 રૂપિયા, 68.06 રૂપિયા, 69.37 રૂપિયા અને 69.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.