- કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકનો હિસ્સો કરવેરા પર આધારિત
- પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં
- પેટ્રોલ, ડીઝલ જેવી પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ ઘટાડવો જોઈએ: અનુરાગ ઠાકુર
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં વધારાની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, એરક્રાફ્ટ ઇંધણ અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કક્ષામાં લાવવાની કોઈ દરખાસ્ત નથી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકનો હિસ્સો કરવેરા પર આધારિત
1 જુલાઇ, 2017 ના રોજ દેશમાં GST લાગુ કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલિયમ પેદાશોને તેની કક્ષાથી દૂર રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની કરવેરાની આવકનો મોટો હિસ્સો આ ઉત્પાદનો પર કરવેરા લાગુ કરવા પર આધારિત છે.
આ પણ વાંચો:આજે રજૂ થશે કેન્દ્રીય બજેટ, જાણો ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા
પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં
સીતારમણે લોકસભામાં એક પ્રશ્ર પર લેખિત ઉત્તરમાં કહ્યું કે, હાલમાં ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, એરક્રાફ્ટ ઇંધણ અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કક્ષામાં લાવવાનો કોઈ દરખાસ્ત નથી.
માત્ર GST કાઉન્સિલ જ ભલામણ કરી શકે