નવી દિલ્હી: જો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો 16 માર્ચથી કેટલીક સુવિધા તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર બંધ થઈ જશે. ખરેખર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ઓનલાઇન અને સંપર્ક વિનાની વ્યવહાર સેવા 16 માર્ચથી બંધ થઈ જશે. આ સુવિધા ચાલુ રાખવા માટે મહત્વપૂર્ણ છે કે તમે આજે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન અને સંપર્કવિહીન વ્યવહાર કરો.
ક્રેડિટ-ડેબિટ કાર્ડના નવા નિયમ પ્રમાણે તમારા કાર્ડની કેટલીક સેવાઓ કાલથી થઈ શકે છે બંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સિક્યોરિટી માટે 16 માર્ચથી ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો અમલ કરવા જઈ રહી છે. આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે અને તેમાં રિ-ઈસ્યૂ કાર્ડનો પણ સમાવેશ થાય છે.
15 જાન્યુઆરી 2020ના રોજ એક નિવેદનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આ કાર્ડ આપતી કંપનીઓને કહ્યું હતું કે, જો કોઈ હાલના કાર્ડનો ઉપયોગ લાંબા સમયથી ઓનલાઇન વ્યવહાર માટે કરવામાં આવતો નથી, તો તે અનિવાર્યપણે બંધ થઈ જશે.
ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો રિઝર્વ બેંક સોમવારે 16 માર્ચથી અમલ કરવાની છે ત્યારે જેમની પાસે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોય તેમણે એક મહત્વનો નિયમ જાણી લેવા જરૂરી છે. રિઝર્વ બેંકની જાહેરાત અનુસાર, જે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી એક પણ વાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો આ સેવા કાલથી બંધ થઈ જશે.
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધરાવતી વ્યક્તિએ પોતાના હાલના કાર્ડથી અત્યાર સુધી ઓનલાઈન, કોન્ટેક્ટલેસ અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો તેમના કાર્ડ પર આ તમામ સેવા 16 માર્ચથી બંધ થઈ જશે. રિઝર્વ બેંકે તમામ બેંકોને કહ્યું છે કે, તેઓ મોબાઈલ એપ, લિમિટ મોડિફાય કરવાના નવા બેંકિંગ વિકલ્પો અને ઈનેબલ-ડિસેબલ સેવા અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક ઉપલબ્ધ કરાવે. બેંકની બ્રાંચ અને એટીએમ પર પણ આ વિકલ્પો મળવા જોઈએ. રીઝર્વ બેંકની સૂચના અનુસાર કાર્ડના સ્ટેટસમાં જ્યારે પણ ફેરફાર થશે ત્યારે બેંક એસએમએસ/ઈ-મેઈલ થકી ગ્રાહકોને એલર્ટ/સૂચના/સ્ટેટસ ગ્રાહકને તરત જ મોકલી આપશે.