- ભારતીય અર્થવ્યવસ્થા મહામારીના ઝટકામાંથી આવે છે બહાર
- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ચેતવણી
- વર્તમાન વ્યવસ્થાએ મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરી
આ પણ વાંચોઃભારતીય અર્થવ્યવસ્થામાં દેખાઈ રહ્યો છે 'વી-આકાર'નો સુધારો: અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા ધીમે ધીમે મહામારીના ઝટકાથી બહાર આવી રહી છે. તેવામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપતા જણાવ્યું કે, નાણાકીય નીતિના ઢાંચામાં કોઈ પણ પ્રકારના મોટા ફેરફારથી બ્રાન્ડ બજાર પ્રભાવિત થઈ શકે છે. રાજને કહ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થાએ મોંઘવારીને કાબૂમાં રાખવા અને વૃદ્ધિને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે. વર્ષ 2024-25 સુધી ભારતીય અર્થવ્યવસ્થા 5000 અબજ ડોલર પર પહોંચવાનો લક્ષ્ય વધુ આકાંક્ષી છે. તેમણે કહ્યું હતું કે, મહામારી પહેલા પણ આ લક્ષ્ય અંગે સાવધાની રાખવામાં નહતી આવી.