એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં આ મોડલની 1.2 લાખ કારનું વેચાણ થયું છે. કંપનીએ કહ્યું કે, કોમ્પેક્ટ સેડાન ડિઝાયર કારનું આ મોડલ બજારનો 60 ટકા ભાગ છે.
MSIના કાર્યકારી નિદેશક (માર્કેટિંગ અને વેચાણ) શશાંક શ્રીવાસ્તવે એક નિવેદનમાં કહ્યું કે, કેટ્લાક વર્ષથી ડિઝાયરના કોમ્પેકટ સેડાન કારની શ્રેણીમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. મારૂતિનું આ મોડલ ગ્રાહકોની માગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો આ કારને ખરીદી રહ્યાં છે. કારને પસંદ કરી રહ્યાં છે.
મારૂતિ સુઝુકી ડિઝાયર બેસ્ટ સેલિંગ કાર, 1.2 લાખ કારનું થયું વેંચાણ - કાર ન્યૂઝ
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા (MSI)એ મંગળવારે કહ્યું કે, આ નાણાકિય વર્ષના પ્રથમ 8 મહિના દરમિયાન MSIની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર સૌથી વધારે વેચાણ થનારી કાર બની છે.
![મારૂતિ સુઝુકી ડિઝાયર બેસ્ટ સેલિંગ કાર, 1.2 લાખ કારનું થયું વેંચાણ car](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5487782-thumbnail-3x2-maruti.jpg)
કાર
મારૂતિ સુઝુકી ડિઝાયરનું ત્રીજું મોડલ મે 2017માં મોર્કેટમાં આવ્યું હતું.