ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજાર પર 'કોરોના ઈફેક્ટ' યથાવત, સેન્સેક્સમાં 2640 પોઇન્ટનો કડાકો, લોઅર સર્કિટ લાગુ

દુનિયાના શેરબજારમાં કોરોના ઈફેક્ટ યથાવત છે. સોમવારે ભારતીય શેરબજારના શરૂઆતના કામકાજમાં ઘટાડો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 2307 પોઈન્ટનો કડોકો થયો છે. સેન્સેક્સ 27608 પર આવી ગયો છે. આ ઉપરાંત લોઅર સર્કિટ લાગુ કરવામાં આવ્યું છે અને 45 મિનિટ સુધી ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવી છે.

market
શેરબજાર

By

Published : Mar 23, 2020, 10:01 AM IST

Updated : Mar 23, 2020, 10:12 AM IST

મુંબઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં નિફ્ટીમાં લગભગ 800 પોઇન્ટનો કડાકો થયો છે. જેથી નિફ્ટી 7945ની સપાટીએ આવી ગયો છે.

સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે.

શુક્રવારે ભારતીય શેરબજારના શરૂઆતના કામકાજમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 400 પોઇન્ટનો ઉછાળો થયો હતો. નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો ઉછાળો મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી શેરબજાર પર કોરોના ઈફેક્ટ યથાવત છે.

Last Updated : Mar 23, 2020, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details