મુંબઈ નિરાશાજનક વૈશ્વિક સંકેતોથી શુક્રવારે ફરીથી ઘરેલુ બજારમાં હડકંપ મચ્યો હતો. પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 1190 અંક ગગડીને 32,350ની નીચે આવ્યો હતો અને નિફ્ટી પણ 350 અંક કરતા વધુ તૂટીને 9550 સુધીની નીચી સપાટીએ આવ્યો હતો.
જો કે, બાદમાં થોડી રિક્વરી પણ આવી હતી. પરંતુ સેન્સેક્સ ગત્ત સત્રથી 700 પોઇન્ટ નીચે જ્યારે નિફ્ટી 200 અંક નીચે રહ્યો હતો. છેલ્લા સત્રમાં અમેરિકી શેર બજારમાં આવેલા ઘટાડા બાદ એશિયાઇ બજારોમાં પણ નિરાશાજનક સંકેત મળવાથી ઘરેલુ બજારમાં વેચવાલીનો દબાવ બન્યો હતો.