મુંબઇ: નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો કાડાકો શરુઆતમાં કામકાજમાં થયો હતો. નિફ્ટી 7,890ની સપાટીએ આવી ગયો છે. કોરોના ઈફેક્ટ ભારતીય શેરબજારમાં યથાવત છે. સે્ન્સેક્સ 27,000 હજારની નીચે છે.
શેરબજાર પર 'કોરોના ઈફેક્ટ' યથાવત, સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો - market open
કોરોના વાઈરસની ઈફેક્ટ ભારતીય શેરબજારમાં યથાવત છે. ગુરુવારે પણ શરુઆતના કામકાજમાં સેન્સેક્સમાં 2000નો કડાકો થયો હતો. જ્યારે નિફ્ટી 8000 હજારની નીચેની સપાટીએ આવી ગયો છે.
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ઈન્ડસલેન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 11.73 ટકા ઘટી 1,035.45 પર કરોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 12.97 ટકા ઘટી 2,665.00 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 11.62 ટકા ઘટી 386.40 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસલેન્ડ બેન્ક 10.49 ટકા ઘટી 411.60 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 9.22 ટકા ઘટી 3,002.55 પર કારોબાર કરી રહ્યો છે.
આ અઠવાડીયામાં સેન્સેક્સમાં 5000માં પોઈન્ટનો કડાકો થયો છે. જ્યારે નિફ્ટીમાં 1500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સેન્સેક્સમાં 1709.58નો કડાકો થતા 28,869.51એ બંઘ થયો હતો. જ્યારે નિફ્ટી 425.55 પોઈન્ટનો કડાકો થતા 4.75 ટકાના ઘટાડા સાથે 8,541.50 પર રહ્યો હતો.