- રુપિયા.10ની મૂળ કિંમતના ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રુ.483–રુ.486
- ન્યૂનતમ બિડ લોટ 30 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 30 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં
- ફ્લોર પ્રાઈઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ 48.3 ગણી
અમદાવાદ- મુંબઇ સ્થિત રીઅલ એસ્ટેટ ડેવલપર, મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (અગાઉની લોધા ડેવલપર્સ લિમિટેડ) બુધવારે તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરના અનુસંધાનમાં બિડ/ઓફર બુધવાર 7 એપ્રિલ 2021ના રોજ ખુલ્લી મૂકશે અને શુક્રવાર 9 એપ્રિલ 2021ના રોજ બંધ કરશે.
મેક્રોટેક ડેવલપર્સ લીમિટેડનો IPO 7 એપ્રિલે ખુલી 9 એપ્રિલે થશે બંધ 2500 કરોડના ઈક્વિટી શેરનો ઈસ્યુઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રુ.483–રુ.486 નક્કી કરવામાં આવ્યો છે. આઈપીઓ રુ.10ની ફેસ વેલ્યુના કુલ મળીને રુ.2500 કરોડના ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇસ્યુ છે. નવા ઇસ્યુમાં કુલ રુ.30 કરોડના ઇક્વિટી શેરો કર્મચારીઓ માટે અનામત છે અને ચોખ્ખો ઇસ્યુ (એટલે કે કર્મચારીઓનો અનામત હિસ્સો બાદ કરીને) આ મુજબ રહેશે: 50 ટકા કરતા વધારે નહિ એટલો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ ("QIBs"), 15 ટકા કરતા ઓછો નહિ એટલો હિસ્સો બિન-સંસ્થાકીય બિડર્સ માટે અને 50 ટકાથી ઓછો નહિ એટલો હિસ્સો રીટેલ વ્યક્તિગત બિડરો માટે છે.આ પણ વાંચોઃબાર્બેક્યૂ નેશન હોસ્પિટાલિટી લિમિટેડના ઇક્વિટી શેર્સનો IPO 24 માર્ચે ખૂલશે, 26 માર્ચે બંધ કંપનીની મળનારી રકમનો ઉપયોગ
કંપની ફ્રેશ ઇસ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપનીના ચુકવવાના બાકી કુલ રુ.1500 કરોડ સુધીના ઋણમાં ઘટાડો કરવા, જમીન કે જમીનના વિકાસના હકોના અધિગ્રહણ માટે કુલ રુ.375 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.
બુક રનિંગ લીડ મેનેજર્સ
એક્સિસ કેપિટલ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઇસ્યુના વૈશ્વિક કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એડલ્વિઝ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
આ પણ વાંચોઃભારતીય રેલ્વે ફાઇનાન્સ આઇપીઓ લાવવાની તૈયારીમાં